જિલ્લા કૃષિ હવામાન એકમ (DAMU)
ભારતીય હવામાન વિભાગ (IMD) અને ભારતીય કૃષિ અનુસંધાન પરિસદ (ICAR) ના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ કૃષિ મૌસમ સેવા નામના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં જામનગર તેમજ અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જીલ્લા કૃષિ હવામાન એકમ કાર્યરત છે. તેના દ્વારા દર મંગળવારે અને શુક્રવારે ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ થી આવેલા મધ્યમ ગાળાની અવધીના હવામાનના આંકડા એટલે કે પાંચ દિવસના હવામાનના આંકડાના આધારે કૃષિ સલાહ બુલેટીન બનાવે છે, જેને ખેડૂતો સુધી વોટ્સેપ અને યુનિવર્સિટીની વેબસાઈટ દ્વારા પહોંચાડવામાં આવે છે, જેથી ખેડૂતો તે મુજબ ખેત કામગીરીનું આયોજન કરી શકે.
વિસ્તરણ શિક્ષણ પ્રવૃતિઓ