આ પ્રોજેક્ટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા તેમજ અમરેલી ખાતે ચાલુ છે. આ પ્રોજેક્ટમાં ગામને પસંદ કરીને હવામાનની વિપરીત પરીસ્થિતિમાં પણ તેમનાં સર્વાંગી વિકાસના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે. નીક્રા પ્રોજેક્ટ મુખ્યત્વે ચાર મોડ્યુલ્સ પર કાર્યરત છે. જેમાં કુદરતી સ્ત્રોતોનું વ્યવસ્થાપન, પાક ઉત્પાદન, પશુપાલન તથા ઘાસચારા ઉત્પાદન અને સંસ્થાકીય મધ્યસ્થી નો સમાવેશ થાય છે.
જે અંતર્ગત જળ વ્યવસ્થાપન, જમીનની ફળદ્રુપતાની જાળવણી માટે વરસાદી પાણીનો સંગ્રહ, જમીનમાં ભેજની જાળવણી, પાકનાં અવશેષોનું રિસાયકલીંગ, જમીનમાં ભેજ સંગ્રહ માટે ઉનાળામાં ઊંડી ખેડ વગેરે પ્રવૃતિ હાથ ધરવામાં આવે છે. વરસાદના પાણીનું એકત્રીકરણ અને તેના સંગ્રહ માટે નીક્રા પ્રોજેક્ટ હેઠળના ગામમાં બે તળાવો અને ચેક ડેમ ઉંડા કરીને તેનું નવીનીકરણ કરવામાં આવેલ છે.