કાપણી, ગ્રેડીંગ અને સંગ્રહ
જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે પરિપકવ મગફળીની ઉભડી જાતો હાથથી ઉપાડવી જયારે વેલડી, અર્ધ વેલડી જાતોને કરબ મારી છોડ ભેગા કરી લઈ નાના નાનાઢગલાં (પાથરા) માં એક અઠવાડિયુ સુકવવા. આ દરમ્યાન પાથરા એક વખત ફેરવી નાખવા. ડોડવામાં ૮ ટકાથી વધુ ભેજ ન રહે ત્યારે થ્રેસરમાં નાખી ડોડવા છુટા પાડી ગ્રેડીંગ કરી, પ્રાથમિક સફાઈ જેવી કે, કચરો, માટી, ડાખળા વગેરેથી સાફ કરી લઈ છેલ્લે પવનથી ધાર આપી ચોખ્ખા કરી લેવા. કંતાનના કોથળામાં યોગ્ય માપની ભરતી કરી, સૂકા-સ્વચ્છ સ્ટોરમાં સંગ્રહ કરવો. કાપણી મોડી કરાય તો જમીન સુકાઈ જતા ડોડવા વધુ તુટશે અને ઉતારો ઓછો મળશે અને દાણા - ડોડવાની ગુણવત્તા ખરાબ થશે.


ચોમાસુ મગફળી