મગફળીમાં આવતી જીવાતોનુ સંકલિત નિયંત્રણ

(૧) મોલો-મશી, તડતડીયા (લીલી પોપટી), થ્રીપ્‍સ, સફેદ માખી અને લાલ કથીરી: 

  • ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 
  • આ જીવાતનો ઉપદ્રવ ક્ષમ્‍યમાત્રા કરતા વધારે હોય ત્યારે જંતુનાશક દવાઓ જેવીકે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ઇમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૦ થી ૧ર દિવસ બાદ બીજો છંટકાવ કરવો. 
  • કથીરીની અસરકારક નિયંત્રણ માટ્ર પ્રોપરગાઈટ પ૭ ઈસી. ૧૦ મી.લી. અથવા ફેનાઝાકવીન ૧૦ ઈ.સી. ૧૦ મી.લી. કથીરી નાશક ૧૦ લી. પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
  • (ર) લીલી ઈયળ (હેલીયોથીસ),પાન ખાનર ઈયળ (પ્રોડેનીયા)ઈયળોનુ સંકલિત નિયંત્રણ
  • લીલી તથા પાન ખાનાર ઈયળ નિયંત્રણ માટે હેકટર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રે૫ ગોઠવી તેમા ૫કડાતા નર ફુદાંનો નાશ કરવો જેથી ફુદાં દ્વારા મૂકાતા ઈંડાંમાંથી ઈયળો ઓછી પેદા થાય.
  • લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 
  • ઉપદ્રવ વધુ જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.એલ. ૧૦ મિ.લી. અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮ એસ.સી. ૩ મિ.લી અથવા સ્પીનોસાડ ૪૫ એસ.એલ. ૩ મિ.લી. અથવા નોવાલ્યુરોન ૧૦ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૨૦ એસ.સી 3 મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાયતો ૧૦ થી ૧ર દિવસ ૫છી કોઈ૫ણ એક દવાનો બીજો છંટકાવ કરવો.

પાન કથીરી
પાન કથીરીના અસરકારક નિયંત્રણ માટે નીચેની જંતુનાશક  દવાઓ પૈકી કોઈ પણ એક દવાનો છંટકાવ કરવો;

ક્રમ

જંતુનાશક દવાનું નામ

જંતુનાશક દવાનો જરૂરી જથ્‍થો (૧૦ લિટર પાણીમાં)

પ્રોપરગાઈટ પ૭ ઈસી.

૧૦ મિ.લિ.

ફેનાઝાકવીન ૧૦ ઈ.સી.

૧૦ મિ.લિ.

 

(૩) સફેદ ઘૈણ નુ સંકલિત નિયંત્રણ
ઉનાળામાં  ઉડી ખેડ કરવી. ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પાળા પરના  ઝાડને રાત્રે ૮ થી ૧૦ દરમ્‍યાન હલાવી તેના પરના પુખ્‍ત ઢાલિયા કિટકોને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો, તેમજ પ્રકાશ પિંજર ગોઠવી તેમાં એકઠા થયેલા ઢાલીયાકિટકોનો નાશ કરવો. બ્‍યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમએનીસોપ્‍લી ૧.૧પ વે.પા. પ કિ.ગ્રા પ્રતિ હેકટર વાવેતર પહેલા જમીનમાં એરડીના ખોળ સાથે (૩૦૦ કિ.ગ્રા પ્રતિ હેકટર) જમીનમાં આપવું. ત્‍યાર બાદ ઉગાવાના ૩૦ દિવસે પાણી સાથે જમીનમાં આપવાથી ધૈણનું સારૂ નિયંત્રણ થાય છે. ઉપદ્રવ ઓછો હોય ત્‍યારે કલોરપાયરીફોસ ર૦ ઈસી રપ થી ૩૦ મીલી દવા પ્રતિ  ૧૦ લીટર પાણીમાં મીશ્રણ કરી પંપની નોઝલ કાઢી મુળ પાસે જમીનમાં ઉતરે તે રીતે આપવું. ઉભા પાકમાં ઘૈણનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ ર૦ ઈસી  અથવા કવીનાલફોસ ર૦ ઈસી હેકટરે ૪ લીટર પ્રમાણે પિયત સાથે આપવુ.