આંતરપાકો
મગફળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણ મા વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટુ નુકશાન થવા સંભવ રહે છે. એટલે મગફળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ઘટાડી શકાય છે
- ઉભડી મગફળી અને એરંડા અથવા તુવેરને ૩:૧ ના પ્રમાણમાં આંતર પાક તરીકે લેવાથી એકલા મગફળીના પાક કરતા વધુ વળતર મળે છે.
- સંકર કપાસ ૧૮૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે ઉભડી મગફળીની બે હાર કરવી.
- મગફળીની વેલડી જાતનુ ૯૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે સૂર્યમુખીની એક હાર કરવી.
- સંકર એરંડી નું ૧ર૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે ઉભડી મગફળીની બે હાર ૩૦ સે.મી.ના અંતરે વાવવી.
- આડી મગફળીની જાત ના ઉભા પાકમાં છેલ્લી આંતર ખેડ પછી તુવેરની મઘ્યમ મોડી પાકતી જાત બીડીએન-ર મગફળીના બે ચાસ વચ્ચે વાવેતર કરવાથી મગફળીના પાકમાં ઉત્પાદનનો ઘટાડો થયા વગર વધારાનુ ઉત્પાદન મેળવી શકાય છે.


ચોમાસુ મગફળી