આંતરખેડ અને નિંદામણ

મગફળીના પાકને પ્રથમ દોઢ મહીના સુધી નિંદામણ મુકત રાખો. એટલા માટે વાવણી પછી ર૦ દિવસે પ્રથમ આંતરખેડ અને હાથ નિંદામણ કરવા. ત્‍યારબાદ ર૦ દિવસ પછી બીજી વાર આંતરખેડ અને હાથ નિંદામણ કરવા અથવા મજુરીના દર ખૂબ ઉંચા હોય ત્‍યાં નિંદામણ નિયંત્રણ માટે ઓકઝીફલુરાફેન ૦.ર૪ કી.ગ્રા./હે. (૧લી./હે.) અથવા ફલુકલોરાલીન ૦.૯ કિ.ગ્રા/હે (ર લી./હે.) દવા પ૦૦ લી. પાણીમા ઓગાળી વાવણી બાદ તુરત જ અને બિયારણના સ્‍ફૂરણ પહેલા જમીન ઉપર છંટકાવ કરવો અને મગફળી ર૦ દિવસની થાય ત્‍યારે કિવઝાલોફોપ ઈથાઈલ ૦.૦પ કિ.ગ્રા. અથવા ઈમીઝેથાપાયર નિંદામણનાશક દવા ૦.૦૭પ કિ.ગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે છંટકાવ કરવો. આ ઉપરાંત ૪૦ થી પ૦ દિવસે એક આંતર ખેડ અને એક હાથ નિંદામણ કરવાની ભલામણ છે.