બીજ માવજત

ઘણા વરસોથી એક જ જમીનમા દર વર્ષે મગફળીનું વાવેતર કરવાથી જમીનજન્‍ય રોગો  જેવા કે, ઉગસુક (કોલર રોટ), થડનો કોહવારો (સ્‍ટેમરોટ) વગેરેનું પ્રમાણ વધતુ જાય છે. જેના પરીણામે વાવેતર કરેલ વિસ્‍તારમાં છોડની સંખ્યા ઘટી જવાથી ઉત્‍પાદન ઓછુ મળે છે. એટલા માટે આવા રોગોથી કુમળા છોડનું રક્ષણ કરવા માટે બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બિયારણ દીઠ ૧ ગ્રામ ટેબુકોનાઝોલ ફૂગનાશક દવાનો પટ આપી વાવેતર કરવું. આ ઉપરાંત ઘૈણના નિયંત્રણ માટે પ્રતિ ૧કી.ગ્રા. બીજ દીઠ ર૦-રપ મીલી કલોરપાયરીફોસ ર૦ ઈસી અથવા કવીનાલફોસ રપ ઈસી નો પટ આપી વાવેતર કરવું. ખાસ કરીને બીજ માવજત આપતી વખતે પ્રથમ ફુગનાશક ત્‍યારબાદ જંતુનાશક અને છેલ્‍લે રાઈઝોબેકટરીયા એટલે કે જૈવિક ખાતરનો પટ આપવો.

મગફળી નું વાવણી અંતરઃ (બે હાર વચ્‍ચે×બે છોડ વચ્‍ચે સે.મી.)

મગફળીનો પ્રકાર

વાવણી અંતર (સે.મી.)

બિયારણનો  દર(દાણા) કી.ગ્રા./હે.

છોડની સંખ્યા(હેકટર)

ઉભડી

૪પ×૧૦

૧૦૦-૧૧૦

ર.રર લાખ

૩૦× ૧૦

૧પ૦-૧૭૦

૩.૩૩ લાખ

અર્ધવેલડી

૬૦× ૧૦

૧ર૦-૧રપ

૧.૬૬લાખ

૪પ × ૧૦

૧૩૦-૧૩પ

ર.રર લાખ

વેલડી

૭પ×૧પ

૧૦૦-૧૧૦

૦.૮૯ લાખ