સેન્દ્રીય ખાતરઃ
મગફળીનું સારૂ ઉત્પાદન લેવા માટે જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન સારૂ કોહવાયેલુ ગળતીયુ ખાતર આપવુ જોઈએ. જો સેન્દ્રીય ખાતર ન મળેતો હેકટરે પ૦૦ કિ.ગ્રા.દિવેલીનો ખોળ જમીન તૈયાર કરતી વખતે આપવો જોઈએ.
રાસાયણિક ખાતરઃ
ચોમાસુ વાવેતર માટે મગફળીના પાકને હેકટરે ૧ર.પ કિ.ગ્રા. નાઈટ્રોજન, રપ કિ.ગ્રા. ફોસ્ફરસ અને પ૦ કિ.ગ્રા.પોટાશ પ્રતિ હેકટર પાયાના ખાતર તરીકે આપવાની ભલામણ છે (૫૪ કિ.ગ્રા. ડીએપી અને ૬ કિ.ગ્રા. યુરીયા અથવા તો ૮૩ કિ.ગ્રા. મ્યુરોટ ઓફ પોટાસ પ્રતિ હે. અથવા એમોનીયમ સલ્ફેટ ૬ર.પ કિ.ગ્રાપ્રતિ હેકટર, સીંગલ સુપર ફોસ્ફેટ ૧પ૬ કિ.ગ્રા.પ્રતિ હેકટર અનેમ્યુરોટ ઓફ પોટાસ ૮૩ કિ.ગ્રા.પ્રતિ હે.) વાવણી પહેલા એકી સાથે આપવા જોઈએ. પરંતુ જમીનના નમુનાનું પૃથ્થકરણ કરી ભલામણ મુજબ રાસાયણિક ખાતર જમીન તૈયાર કરતી વખતે ચાસમાં આપવા જોઈએ. આ ઉપરાંત મગફળીનું વધારે ઉત્પાદન લેવા માટે પ્લાન્ટ ગ્રોથ પ્રમોટીંગ રાઈઝોબેકટરીયા (પીજીપીઆર) કે જે એક પ્રકારનું જૈવિક ખાતર છે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ખાતર મગફળીના છોડને મુખ્ય અને ગૌણ પોષક તત્વો જરૂરી પ્રમાણમાં લેવા માટે મદદ કરે છે.

