જમીનની પ્રાથમિક તૈયારી

મગફળી માટે સારી ફળદ્રુપ ધરાવતી પીયતની સગવડતા વાળી જમીન પસંદ કરવી જોઈએ. મગફળીના ડોડવા જમીનમાં થતા હોવાથી તેના જરુરી વિકાસ માટે જમીનની ફળદ્રુપતા, જમીનમાં ભેજનું પ્રમાણ અને જમીનની છિદ્રતા જાળવવી ખાસ જરુરી છે.   તે માટે જમીનને ખેડી પોચી અને ભરભરી બનાવવી જોઈએ. આ માટે હળની ઉંડી ખેડ કરી જડીયા અને કચરો વીણી લીધા બાદ બે વખત કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતલ બનાવવી જોઈએ. પછી જરુરી અંતરે ચાસ કાઢી લેવા. ખેતર ઢાળવાળુ હોય તો ઢાળની  વિરૂઘ્‍ધ દિશામા ચાસ કાઢી મગફળીનુ વાવેતર કરવું. આ ઉપરાંત રોગ તથા નિદાંમણ પણ ઘટે છે.