પિયત

ચોમાસા દરમ્‍યાન વરસાદ પૂરતો અને સપ્રમાણ વહેંચણી થયેલ હોય તો મગફળી પાકને પૂરક પિયત આપવાની જરૂર રહેતી નથી પરંતુ, જો ફૂલ આવવા, સૂયા ઉતરવા અને ડોડવામા દાણાના વિકાસ થવાની અવસ્‍થાએ વરસાદ ન હોય અને જમીનમા ભેજની ખેંચ જણાય તો પૂરક પિયત આપવાથી સારું ઉત્‍પાદન મેળવી શકાય છે.