(૧) ઉગસુકનો રોગ નિયંત્રણ
સારી ગુણવત્તાવાળા અને નુકશાન વિનાના બીજને જ વાવેતરના ઉપયોગમાં લેવા જોઈએ. મગફળી ફોલીને તેના બીજને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા.બીજની માવજત માટે ટેબૂકોનાઝોલ ૧.રપ ગ્રામ અથવા પ ગ્રામ સ્યુડોમોનાસ ફલુરોસન્સ જેવી ફૂગનાશક દવાનો પટ આપી વાવેતર કરવું.
(ર) ટીકકા અને ગેરૂમા સયુંકત નિયંત્રણ
ટીકકા માટે મગફળીનો પાક ૩૦ થી ૩પ દિવસનો થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૦.૦રપ ટકા (૧૦ લીટર પાણીમાં પ ગ્રામ) અથવા ૦.ર ટકા મેન્કોઝેબ કે કલોરોથેલોનીલ (૧૦ લીટર પાણીમાં રપ ગ્રામ) અથવા ૦.૦૦પ ટકા હેકઝાકોનાઝોલ (૧૦ લીટર પાણીમાં પ મી.લી.) દવાના ૩ છંટકાવ ૧ર થી ૧પ દિવસના અંતરે કરવા.
ગેરૂ માટે મગફળીનો પાક ૩પ થી ૪૦ દિવસનો થાય ત્યારે કલોરોથેલોનીલ અથવા મેન્કોઝેબ ૦.ર ટકા (૧૦ લીટર પાણીમાં રપ ગ્રામ) અથવા હેકઝાકોનાઝોલ ૦.૦૦પ ટકા (૧૦ લીટર પાણીમાં પ મી.લી.) ના ૩ છંટકાવ ૧ર થી ૧પ દિવસના અંતરે કરવા.
મગફળીના થડનો કોહવારો
પાક ફેરબદલી કરવી. એકની એક જમીનમાં મગફળીનું વાવેતર કરવું નહીં. ટ્રાયકોડર્માં હારજીયાનમ ર.પ કિ.ગ્રા./હેકટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી ખાતર સાથે આપવો. ત્યાર બાદ વાવેતર ના એક માસ બાદ તેટલોજ જથ્થો રેતી સાથે ભેળવીને આપવો. ફુલ આવવાના સમયે, સીંગો બંધાવાના સમયે કે દાણાના બંધારણ સમયે જમીનમાં ભેજની ઉણપ હોય તો પિયત આપવું. ઓછામાં ઓછી આંતર ખેડ કરવી તેમજ પાળા ચઢાવવા નહીં.


