કાપણી અને સંગ્રહ

ઉનાળુ મગફળી આશરે ૧ર૦ દિવસે કાપણી માટે તૈયાર થઈ જાય છે. કાપણી સમયે જો જમીન કઠણ હોય તો હલકુ પિયત આપી હાથથી શકય તેટલા વહેલા છોડ ખેંચી લેવા અથવા કળીયાથી કાઢી, નાના નાના ઢગલામાં સુકવણી કરવી. ત્‍યારબાદ થ્રેસરથી ડોડવા છુટા પાડવા થ્રેશરમાથી છુટા પાડેલ ડોડવામાં રહેલ માટી, ડાખરા, કચરો વિગેરે પ્રિકલીનરમાં નાખી અથવા પવનમાં ધાર દઈને દુર કરવા. છાંયડામાં સુકવી ડોડવામાં ભેજનું પ્રમાણ ૮ ટકાથી ઓછુ હોય ત્‍યારબાદ ગ્રેડેડ મગફળીના ડોડવાનો જંતુ રહીત કંતાનના કોથળામાં ભરીને સંગ્રહ કરવો.