મગફળી પાકમાં સમયસર નિંદામણ ન કરવામાં આવેતો ર૦ થી ૪પ % સુધીનો ઉત્પાદનમાં ઘટાડો નોંધાયેલ છે. મગફળીના પાકને પ્રથમ ૪પ દિવસ નિંદામણમુકત રાખવો ખૂબ જ જરુરી છે. આ માટે બે આંતરખેડ તથા હાથથી નિંદામણ કરવું જરુરી છે. જયાં મજુરોની અછત હોય અને મજુરીના દર ખૂબ ઉંચા હોય ત્યાં નિંદામણ નિયંત્રણ માટે ઓકઝીફલુરાફેન ૦.ર૪ કી.ગ્રા./હે. અથવા પેન્ડિમીથાલીન ૧ કી.ગ્રા./હે અથવા ફલુકલોરાલીન ર લી/હે દવા, પ૦૦ લી. પાણીમા ઓગાળી વાવણી બાદ તુરત જ અને બિયારણના સ્ફૂરણ પહેલા જમીન ઉપર છંટકાવ કરવો અને મગફળી ર૦-૨૫ દિવસની થાય ત્યારે કિવઝાલોફોપ ઈથાઈલ ૦.૦પ કિ.ગ્રા. પ્રતિ હેકટરે અથવા ઈમીઝેથાપાયર નિંદામણનાશક દવા ૦.૦૭પ કિ.ગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે છંટકાવ કરવો. આ ઉપરાંત ૪૦ થી પ૦ દિવસે એક આંતર ખેડ અને એક હાથ નિંદામણ કરવાની ભલામણ છે.
આંતરખેડ અને નિંદામણ
ઉનાળુ મગફળી