પિયત વ્યવસ્થાપન
- પ્રાથમિક પિયત (ઓરવાણ) આપ્યા પછી વરાપ થયે વાવેતર કરવુ અને પ્રદેશ મુજબ કયારાની પહોળાઈ-લંબાઈ રાખવી. ઉનાળુ મગફળીના પાકમા સમયસર પિયત આપવુ એ ખૂબ જ અગત્યની બાબત છે.
- પિયતની સંખ્યા અને બે પિયત વચ્ચેનો ગાળો જમીન ના પ્રકાર અને સ્થાનિક હવામાન ઉપર આધાર રાખે છે.
- સૌરાષ્ટ્ર વિસ્તારમા ઉનાળુ મગફળી પકવતા ખેડૂતોએ પિયત માટે કયારા પઘ્ધતિ અપનાવવી. સામાન્ય સંજોગોમાં કયારાનું માપ ર૦ × ૧.૮ મીટર રાખી નીચે પ્રમાણે ઓરવાણ પછી ૧૧ પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે.
- પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ આપવુ, સારા ઉગાવા માટે
- બીજુ પિયત ૧૮ થી ર૦ દિવસે, વાનસ્પતિક વૃઘ્ધિ પર અંકૂશ રાખવા,
- ત્રીજુ અને ચોથુ પિયત ૩૦ અને ૪૦ દિવસે, જમીનમાં સૂયા બેસતી વખતે,
- પાંચથી નવ પિયત ૭ થી ૮ દિવસના અંતરે, ડોડવાના વિકાસ માટે બાકીના બે પિયત ૮ થી ૧૦ દિવસના અંતરે, કાપણી પહેલા આપવા.
- દક્ષિાણ સૈારાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારમાં ઉનાળુમાં મગફળીનુ વાવેતર કરતા ખેડૂતોને વધુ ઉત્પાદન અને ચોખ્ખી આવક મેળવવા માટે ૪૦ કીગ્રા પોટાશ એક સરખા છ હપ્તામાં ૮ દીવસના અંતરે (પ્રથમ હપ્તો વાવેતર બાદ ર૦ દીવસે) ટપક પદ્ધતિથી આપવો આ સાથે ભલામણ કરેલ નાઈટ્રોજેન અને ફોસફરસ (રપ-પ૦ કિ.ના.ફો./હે) ખાતરો પણ આપવા. ટપક પધ્ધતીની વિગત નિચે મુજબ છે.
|
વિગત |
પરીચાલનો સમય |
|
|
મહિનો |
મીનીટ |
|
|
પાણીની નળીઓનુ અંતર : ૬૦ સે.મી. |
ફેબ્રુઆરી |
૭૫-૮૦ |
|
ટપકણીયાનુ અંતર : ૪૫ સે.મી. |
માર્ચ |
૧૦૦-૧૧૦ |
|
ટપકણીયાનો સ્ત્રાવ ક્ષમતા : ૪ લીટર પ્રતિ કલાક |
એપ્રીલ |
૧૨૦-૧૨૫ |
|
પરીચાલનનુ દબાણ : ૧.૨ કિ.ગ્રા. પ્રતિ ચો.સે.મી. |
મે |
૧૩૦-૧૩૫ |
|
પરીચાલનનુ પૂનરાવ્રુતિ |
એકાંતરા દિવસે |
|


ઉનાળુ મગફળી