બિયારણ નો દર અને વાવણી અંતર

સામાન્‍ય રીતે ઓરવાણ કર્યા બાદ વરાપ થયે બે હાર વચ્‍ચે રર.પ સે.મી. થી ૩૦ સે. મી. (૯ ઈંચ થી ૧ર ઈંચ) ના અંતરે વાવેતર કરવા ભલામણ હોઈ ૧ર૦ થી૧૩૦ કી.ગ્રા. પ્રતિ હેકટર બિયારણ નો દર રાખવો. વાવેતર કર્યા બાદ જમીની પ્રત તથા સ્‍થાનિક પરિસ્‍થિતિ પ્રમાણે લંબાઈ તથા પહોળાઈ રાખી કયારા બનાવવા.