ઉનાળુમાં પિયતને લઈ ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે તે માટે હોય હેકટર દીઠ ૮ થી ૧૦ ટન ગળતીયું (છાણીયુ) ખાતર આપવુ. સામાન્ય રીતે ચોમાસુ પાક કરતા બમણા રાસાયણિક ખાતરો ઉનાળુ ઋતુમાં આપવાની ભલામણ હોય હેકટર દીઠ રપ કી.ગ્રા. નાઈટ્રોજન,પ૦ કી.ગ્રા. ફોસ્ફરસ અને પ૦ કી.ગ્રા.પોટાશ ખાતરો વાવતા પહેલા ચાસમા ઓરવીને આપવા અને ખાતરો બને તો એમોનીયમ સ્લફેટ અને સીંગલ સુપર ફોસ્ફેટના રૂપમાં આપવા. એસ.એસ.પી માં ૨૬% પોસ્ફરસ ઊંપરાત ૨૦% કેલ્શીયમ, ૧૨.૫૦% ગંધક અને જસત તેમજ મોલીબ્લેડમ જેવા સુક્ષ્મ તત્વ હોય છે. જે સુક્ષ્મ તત્વની જમીનમાં ઉણપ સુધારી પાકને ફાયદો કરે છે. આ ઉપરાંત જમીનમાં જો ગંધક તત્વની ઉણપ હોય તો હેકટર દીઠ ર૦ કી.ગ્રા. સલ્ફર આપવુ. હકીકતે ખાતરો કેટલા અને કયારે આપવા તે માટે ખેડૂતોએ પોતાના ખેતરનો જમીનનો નમુનો જમીન ચકાસણી પ્રયોગશાળા માં ચકાસણી કરાવી ભલામણ મુજબ ખાતરો આપવા વધુ હિતાવહ છે.
નોંધ :- ભલામણ કરેલ ખાતરના ૭૫% (૧૮.૭૫-૩૭.૫૦-૩૭.૫૦, એન.પી.કે.) અને ૧.૫% એન.પી.કે દ્રાય પ્રવાહી ખાતરનો (૧૯-૧૯-૧૯) વાવતેર બાદ ૪૫,૬૦, અને ૭૫ દિવસો છંટકાવ કરવો.
ભલામણ કરેલ ખાતરના ૫૦% (૧૨.૫-૨૫-૨૫. કિ.ગ્રા. એન.પી.કે/હે. સાથે બાયો-ગ્રો (૧૨૫ મીલી/હે.) જૈવિક ખાતરની બીજ માવજત આપવી.