જમીનની તૈયારી

ઉનાળુ મગફળી માટે મઘ્‍યમ કાળી અને ગોરાડુ જમીન વધુ માફક આવે છે. મગફળીની સારી વૃઘ્‍ધિ અને ડોડવાનો વિકાસ થાય તે રીતે હળથી ઉંડી ખેડ કરી આગલા પાકના ઝડીયા, મૂળીયા વગેરે વીણી લઈ બે વખત કળીયા અને સમાર મારી જમીન પોચી અને ભરભરી બનાવવી જોઈએ એટલુ જ નહીં પરંતુ યોગ્‍ય રીતે પિયત થઈ શકે (પાણી ફરી શકે) તે રીતે જમીન સમતળ બનાવી યોગ્‍ય સાઈઝના કયારા, પાળીયા અને જરુરી  ઢાળીયાની સગવડતા કરવી જોઈએ.