મગફળીની પીળાશ અને તેનું નિયંત્રણ

મગફળીના પાકને પૂર્તિ ખાતર આપવાની જરુર નથી પરંતુ  મગફળીમાં પીળાશ દેખાય ત્‍યાર લોહ તત્‍વની ઉણપ, જમીનની રેચક પરિસ્‍થિતી, જમીનનું કઠણ તળ, તાજા/કાચા સેન્‍ફ્‍યિ ખાતરોનો વપરાશ જેવા કારણોને લીધે પીળી પડે છે. લોહ તત્‍વની ખામીવાળા મગફળીના છોડના પાનની નસો લીલી હોય અને બાકીનો પાનનો ભાગ પીળો પડે છે. આવા લક્ષણો જણાય ત્‍યારે જમીનમાં લોહ તત્‍વની ઉણપ છે તેમ સમજવું. આ પ્રકારની મગફળીમાં પીળાશ દેખાય ત્‍યારે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્‍ફેટ(હિરાકસી) ની સાથે ૧૦ ગ્રામ સાઈટ્રીક એસીડ(લીંબુના ફુલ)૧૦ લી. પાણીમાં ઓગાળી મગફળીના વિકાસ અને પીળાશના પ્રમાણના આધારે લગભગ પ૦૦ લી. પ્રતિ હેકટર પ્રમાણે છંટકાવ કરવો. જરુર જણાય તો બીજા બે છંટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવા.