પિયત વ્યવસ્થાપન
આ જાત પાણી વગર પણ જીવતી રહે છે પરંતુ ઉપજનું પ્રમાણ ખૂબ ઓછું રહેતું હોવાથી વધુ ઉપજ માટે પિયત જરૂરી છે. પિયત સ્થળ અને જમીનની જરૂરત મુજબ કરવું, ખાસ કરીને ફુલ આવવાના સમયથી શરૂ કરી બીજ પાક્વા સુધી દર ૧૫ દિવસે સિંચાઇથી ઉપજ વધે છે. રોપણી સમયે વરસાદ ન હોય તો પિયત મદદ કરે છે. ડ્રીપ પધ્ધતિના ઉપયોગથી પ્રથમ વર્ષે હેકટર દીઠ લગભગ ૨૦૦૦ ઘનમીટર પાણી આપી શકાય. જો કે પાણીની જરૂરત પ્રથમ વર્ષે ૫૦૦ ઘનમીટર થી ક્રમશ: વધતી જઇ છઠ્ઠા વર્ષે અને ત્યારપછી લગભગ ૪૦૦૦ ઘનમીટર ની ગણાય.
જોજોબા-હોહોબા