સામાન્ય: ૪ મીટરના અંતરે હારમાં વચ્ચે એક મીટરનાં અંતરે રોપવામાં આવે છે, કેટલાક ખેડૂતો ૩×૧.૩૩ મીટરનું અંતર પણ રાખે છે. કટીંગથી તૈયાર કરેલ રોપાને હારમાં ૪ મી.×ર મી. ના અંતરે રોપવા હિતાવહ છે. માદા રોપની પ્રત્યેક (૧૦) દશ હાર પછી નર રોપની એક હાર રાખવી જોઇએ. આમ કરતા સમયે જો રોપા કટીંગથી ઉછેરેલ હોય તો લીંગ ખબર હોવાથી માદા રોપાઓની હારમાં એક-એક જ રોપો લગાવવો. પરંતુ જો બીજથી ઉછેરેલ રોપા હોય તો દરેક સ્થળે નર્સરીના બે-બે રોપા લગાવવા અને પ્રથમ વખત ફુલ આવ્યા પછી પ્રથમ હારમાં નર રોપા રહેવા દઇ, માદા રોપાઓને કાઢી નાખવા અને આગળની દશ હારોમાં માદા રોપા રહેવા દઇ, નર રોપા કાઢી નાખવા. જેથી કુદરતી રીતે નર અને માદા રોપાનું ૫૦-૫૦ ટકાનું પ્રમાણ હોઇ તે પ્રમાણને આપણા ઇચ્છિત નર-માદા પ્રમાણ ૧:૧૦ સુધી લાવી શકાય,(આ માટે જરૂર પડ્યે ફેર રોપણી કરવી) અને હેક્ટરે લગભગ ૧૮૦૦ થી ૨૦૦૦ માદા રોપાની આદર્શ સંખ્યા ઉપલબ્ધ થઇ શકે.
વાવવાની રીત
જોજોબા-હોહોબા