ઔષધિય મહત્વ

સ્વાદે મધુર,પાચક તથા રસાયણ છે. સોજો- વાયુ- પિત્ત- કૃમિ અને કફનો નાશ કરનાર છે. ગુમડા માટે સાકર સાથે લેવાય છે. કંઠમાળ માટે તેનું દૂધ, મરી અને મુલવાણીના કંદ સાથે ઘસવામાં આવે છે. ગોળો ચડે ત્યારે વગડાઉ સરગવાનો રસ ઘી સાથે પાવામાં આવે છે. સર્વપ્રકારના વાયુ તથા સાંધાના દુ:ખાવા માટે કંદ ખૂબ ઉપયોગી છે. ફળ પણ ઘણો ફાયદો કરે છે. નેત્રરોગ, કાનના રોગો, વાળા વિગેરેમાં વૃક્ષના જુદા-જુદા ભાગો, રસ વગેરે વપરાય છે.