વાવવાની રીત

બીજથી ઉછેરેલ રોપને પ્રથમ વરસાદે કે પિયત આપીને ૧૦ ગ્રામ ડી.એ.પી.કે છાણીયા ખાતર સાથે સીધા રોપી શકાય છે. કટીંગથી ઉછેરવા માટે અઢી થી ત્રણ ફૂટના કટીંગ,પોચી કરેલ જમીન/ ખાડામાં સામાન્ય રીતે ૪×૪ મીટરે રોપવામાં આવે છે. ટ્રેકટરથી આંતરખેડ કરવી હોય તો ૫×૩ મીટરે પણ વાવેતર કરી શકાય છે. ઉંચી ઉપજની ખાત્રી કરી સારૂ ઉત્પાદન ધરાવતા સારી જાતના વૃક્ષના કટીંગથી ઉછેર કરવો હિતાવહ છે.