કાપણી તથા ઉત્પાદન

આશરે ૨૦ વર્ષ બાદ ચંદનનો મધ્યભાગનો વિકાસ થવાનું શરૂ થાય છે. ચંદનનો મધ્યભાગ કે જેમાંથી તેલ મેળવવામાં આવે છે તેનો સારામાં સારો વિકાસ ૩૦ થી ૭૦ વર્ષ જુના વૃક્ષમાં થાય છે. આવા વૃક્ષનો થડનો ભાગ ૪૦ થી ૬૦ સેમી જેટલો વિકાસ પામેલ હોવો જોઇએ. જે વૃક્ષનો વિકાસ  ૬૦ સેમીથી વધારે હોય તેની કાપણી ચોમાસા બાદ કરવી. વૃક્ષના હાર્ટવુડ નું ઉત્પાદન વૃક્ષની ઉંમર ત્થા કયાં ઉછેર કરવામાં આવે છે તેની પર આધારીત છે.

  ૫૦ થી ૬૦ સેમી ગર્ભવાળા વૃક્ષમાં  ૧૯.૫  કિલોગ્રામ / વૃક્ષ હાર્ટવુડ

  ૧૦૦    સેમી     ગર્ભવાળા વૃક્ષમાં  ૮૮.૦૦ કિલોગ્રામ / વૃક્ષ હાર્ટવુડ

નું કોઇમ્બતુર વિસ્તારમાં ઉત્પાદન જોવા મળેલ છે.