વર્ધન/કલમ
ચંદનનું વર્ધન બીજ દ્વ્રારા સારી રીતે કરી શકાય છે. બીજનો ૮૦ ટકા સુધી ઉગાવો મળે છે. પક્ષીની ચરકમાંથી પસાર થયેલ બીજનો ઉગાવો ખૂબ સારો જોવા મળે છે. ચાર થી પાંચ બીજને તુવેરના બીજ સાથે વાવેતર કરવાથી ચંદન સારી રીતે ઉગાળી શકાય છે. ચંદનના બીજને ઉગવા માટે ૪૦ થી ૯૦ દિવસ જેટલો સમય લાગે છે. એક કિલોગ્રામ બીજમાં આશરે ૫૦૦૦ જેટલા બીજ નો સમાવેશ થાય છે. ચંદનમાં ચોથા વર્ષથી બીજ ઉત્પન્ન થવાનું શરૂ થાય છે. પરંતુ ૨૦ વર્ષ કે તેથી વધારે જુના વૃક્ષના બીજ વધારે સારા હોય છે.
ચંદન (સુખડ)