વર્ણન
ચંદન એ ક્ષ્રુપ અથવા નાનું ઝાડ કહી શકાય તેવી વનસ્પતિ છે. ચંદન એ સદાય લીલુ રહેતુ વૃક્ષ છે. ચંદન મૂળ પર અર્ધ-પરાવલંબન ધરાવતુ વૃક્ષ છે. આ વૃક્ષ સામાન્ય રીતે ૧૬ થી ૧૮ મીટરની ઉંચાઇ સુધીનું જોવા મળે છે. ચંદન ને ચાર વર્ષની ઉપરના વૃક્ષમાં ૧.૨૫ સેમી વ્યાસ ધરાવતા કાળા રંગના ફળ આવે છે. ચંદનનો હાર્ટવુડ (મધ્યભાગ) તેમજ મૂળનો એ ખાસ અગત્યનો ભાગ છે જેમાંથી સુગંધીત તેલ મેળવવામાં આવે છે. ચંદનના થડમાં મધ્યભાગની બાજુમાં આવેલ ભાગ કે જેને સેપવુડ ( Sapwood) કહેવામાં આવે છે તેનો ઉપયોગ અગરબતી બનાવવામાં થાય છે. સામાન્ય રીતે ચંદનમાં ૬ - ૧૦ ટકા જેટલું તેલ મળે છે.
ચંદન (સુખડ)