પ્રાપ્તિસ્થાન

ચંદન એ ભારતમાં ખાસ કરીને કર્ણાટક તેમજ તામીલનાડુમાં જોવા મળે છે. કર્ણાટક રાજ્યમાં  ૧,૨૫,૦૦૦ હેક્ટરમાં ચંદન જોવા મળે છે.  કર્ણાટકમાં ખાસ કરીને તે ધારવાડ,  શીમોગા,  ચીકમાગલુર,  ટુમકુર,  હસન,  કુર્ગ,  માયસોર, કોલાર અને બેંગ્લોર જીલ્લામાં નૈસર્ગીક  રીતે જોવા મળે છે. ભારતમાં વિંધ્યાચળ પર્વતમાળાથી દક્ષિણ તરફ પ્રમાણમાં સૂકા પ્રદેશોમાં થાય છે. ઉષ્ણછ કટિબંધનાં અન્ય જંગલોમાં પણ તે જોવા મળે છે. ગુજરાતમાં વ્યારાનાં જંગલોમાં જોવા મળે છે. ગુજરાતમાં ઊગી શકે તેમ છે. આ મહામૂલું વૃક્ષ સર્વત્ર ઉગાડવા જેવું છે.