મહત્વ અને ઉપયોગીતા
જાંબુ બરોડ અને યકૃતના રોગોમાં અકસીર ઔષધ મનાય છે. તેના ફળો મધુર અને સ્વાદિષ્ટ હોય છે. ફળોનો અર્ક અને તાજા ફળો મધુપ્રમેહ (ડાયાબિટીસ) ઉપર ગુણકારી ઔષધ છે. તેના બીજમાંથી બનેલ પાવડર પણ મધુપ્રમેહ માટે ગુણકારી છે. ચોમાસામાં પાકનાર જાંબુ સર્વસાધારણ રોગોમાં ઉપયોગી છે. નાના બાળકોને જાંબુ ખવડાવવાથી પેટના વિકારો થતા નથી. વીંછીના ડંખ ઉપર જાંબુડાના પાનનો રસ ગુણકારી હોય છે. લાકડાંનો ઉપયોગ બાંધકામ, ફર્નીચર અને બળતણરૂપે થાય છે.
જાંબુ