પિયત વ્યવસ્થાપન
જાંબુનો વિકાસ ઝરણા તથા નદીના ભેજવાળા વિસ્તારમાં સારો હોય છે તેથી કરીને ઉછરતા છોડને ઉનાળામાં અને શિયાળામાં અનુક્રમે ૨૦ દિવસના અને મહિનાના અંતરે પાણી આપવાથી વિકાસ સારો થાય છે. ખામણામાં સેન્દ્રિય તત્વ વધારે હોય તો પાણીની જરૂરીયાત ઓછી રહે છે. પુખ્ય વયના ફળ આપતા ઝાડને ઉનાળા દરમ્યાન પાણી સતત ન આપતા, ૧૫ મે પછી એકાદ-બે પાણી આપવા અને ચોમાસા દરમ્યાન વરસાદ લંબાય ત્યારે અને ચોમાસા બાદ એકાદ-બે પાણી આપવા. જેથી ઉપજ સારી મળે છે. અન્યથા નદી કિનારે ભેજવાળા વિસ્તારમાં વાવેલા/ઉગેલા વૃક્ષો ને પિયતની જરૂરત ખૂબ મર્યાદિત રહે છે.
જાંબુ