ફળનો ઉગાવો

જાંબુના ફુલ માર્ચ થી એપ્રિલ માસમાં આવે છે. અને ફળ મે-જુન માસમાં તૈયાર થાય છે. આકારમાં તે લંબગોળ  કે અંડાકાર હોય છે. અને પાકે ત્યારે કાળા જાંબુડા રંગના થાય છે. જાંબુના ફળ બે જાતના થાય છે.

(૧) દેશી જાંબુ : ફળ નાના તથા ગોળ ઓછા ગર્ભવાળા અને સ્વાદમાં સહેજ                            તુરા હોય છે.

(૨) પારસ જાંબુ : ફળ મોટા, લંબગોળ વધુ ગર્ભવાળા તથા સ્વાદમાં મીઠા હોય                              છે. તેને રાયણા જાંબુ પણ કહે છે.