વાવવાની રીત

જાંબુ બારેમાસ લીલું રહે તે પ્રકારનું ઘટાદાર ફળાઉ વૃક્ષ છે. અને પહેલાં બે વર્ષ પછી જાંબુનું ઝાડ ઝડપી વધે છે. અને ૧૩ થી ૩૦ મીટર સુધીની ઉંચાઇના થાય છે. તે ધ્યાનમાં લઇ તેને ઓછામાં ઓછા ૧૦×૧૦ મીટરના અંતરે વાવવું જરૂરી છે. વાવણી માટે ૧૦×૧૦ મીટરના અંતરે  ૬૦×૬૦×૬૦ સે.મી. ના ખાડામાં કોહવાયેલું છાણિયું ખાતર અને પાણી ભેળવી વરસાદ પહેલાં ભરી તેમાં પ્રથમ વરસાદે જ જાંબુના છોડ રોપી દેવા. એક હેકટરમાં ૧૦૦ રોપ વાવી શકાય છે.