જમીનનો પ્રકાર

સામાન્ય રીતે જાંબુ બધા જ પ્રકારની જમીનમાં ઉગી શકે છે. પરંતુ રેતાળ, થોડા ચુનાવાળી તથા પાણીના સારા નિતારવાળી જમીન અને ગરમ હુફાળું વાતાવરણ વધુ માફક આવે છે. ઝરણાં તથા નદીના ભેજવાળા વિસ્તારમાં જાંબુનું ઝાડ ખુબ વિકાસ પામે છે, અને ફળ પણ સારા આપે છે.