વિસ્તાર

જાંબુ નું મૂળ વતન ભારત, બ્રહ્મદેશ, શ્રીલંકા અને મલેશિયા છે. આપણા દેશમાં બહુ સુકા કે ડુંગરાળ પ્રદેશો બાદ કરતાં સર્વત્ર ઉગે છે. તે ઓસ્ટ્રેલિયામાં પણ થાય છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તે બહુ જાણીતું વૃક્ષ છે. ઉષ્ણ કટીબંધવાળા પ્રદેશોમાં કુદરતી રીતે જોવા મળતા આ સદાપર્ણી (કાયમ પાંદડાવાળુ) , છાંયડો આપનાર વૃક્ષ છે. મધુર ફળો અને ઘાટી છાયા માટે વાડીઓમાં, ખેતરોમાં, કમ્પાઉન્ડમાં કે રસ્તાની બન્ને બાજુ સુશોભન માટે વાવવામાં આવે છે.