કાચા ફળોનું અથાણું, મુરબ્બો બનાવવામાં આવે છે. જીવનતત્વનો ભરપૂર, પૂરવઠો હોવાથી શક્તિવર્ધક , પાચક છે. વીટામીન-સી ભરપુર માત્રામાં હોય છે. તેમાનું લોહતત્વ લોહી શુધ્ધ કરે છે. કબજીયાત દૂર કરે છે. પિત્ત, વાયુ, કફ, તથા ગરમીનાશક છે. તુરૂ, ઠંડક ,શાંતી આપનાર ,મૂત્રલ અને સૌમ્ય રેચક છે. કોરા, સૂકવેલા ફળ , રક્તસ્ત્રાવ, અતિસાર અને અપચો વિગેરે રોગોમાં ગુણકારી છે. લોહ સાથે ઉપયોગ કરવાથી પાંડુરોગ, કમળો, અપચો, દમ, ઉધરસ વિકારોમાં આરામ આપે છે. આમળાં રસાયણ તરીકે (ખાસ કરીને બાળકો માટે) વપરાય છે. તે બાળકોને શરદી- ખાંસી સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત તે એસિડીટી, ઊલ્ટી (ખાસ કરીને સગર્ભાવસ્થાની ઊલ્ટી) અને પેશાબમાં બળતરા માટે વપરાય છે. આંખ અને વાળની સમસ્યા માટે સચોટ ઉપાય છે. તેમજ ચામડીના રોગો માટે પણ ઉપયોગી છે.
મહત્વ અને ઉપયોગીતા
આમળા/આંબળા