પિયત વ્યવસ્થાપન

આમળાના ઉછરતા છોડને ઉનાળામાં ૧૦ થી ૧૨ દિવસે અને શિયાળામાં ૨૦ દિવસે પાણી આપવું. ખામણામાં સેન્દ્રિય તત્વ વધારે હોય તો પાણીની જરૂરીયાત ઓછી રહે છે. પુખ્તવયના ફળ આપતા ઝાડને ઉનાળા દરમ્યાન પાણી સતત ન આપતા, ૧૫ મે પછી એકાદ-બે પાણી આપવા અને ચોમાસા દરમ્યાન વરસાદ લંબાય ત્યારે અને ચોમાસા બાદ બે પાણી આપવા જોઈએ.