ફળનો ઉગાવો

માર્ચ-એપ્રિલમાં આમળાના પાન ખરી પડે છે. અને મોટી સંખ્યામાં ફૂલો આવે છે. જેમાં નર ફૂલો વધુ અને માદા ફૂલો ઓછા હોય છે. ફલીકરણ બાદ ફળ ૩-૪ માસ સુષુપ્ત રહી, ઓગષ્ટ-સપ્ટે.માં વિકાસ પામે છે. આ સમયે જીવાતથી પાન ખરે તો જીવાતના નાશના ઉપાય કરવા જોઇએ. ફળ ડિસે.-જાન્યુ.માં લીલામાંથી પીળા, પરિપક્વ થાય છે. કલમથી ઉછરેલ વૃક્ષ, પાંચમાં કે છઠ્ઠા વર્ષે પુરા જથ્થામાં ફળ આપે છે.