વર્ધન/કલમ

આમળાનું વર્ધન બીજ તેમજ આંખકલમથી થઇ શકે છે. બીજથી ઉછેરેલા છોડમાં ૮ થી ૧૦ વર્ષે ફળો બેસે છે, અને ગુણવત્તામાં સારા હોતા નથી, માટે આંખ કલમના છોડ ઉછેરવા જોઇએ. આંખ કલમ નર્સરીમાં કરી શકાય, તેમજ દેશી રોપને ખેતરમાં, જુન માસમાં રોપી તેના ઉપર ઓગષ્ટ-સપ્ટે.માં કલમ કરી શકાય છે. જેનો વિકાસ નર્સરીમાં તૈયાર કરેલ કલમ કરતા સારો જોવા મળેલ છે. સામાન્ય રીતે મે થી ઓકટોબર સુધી કલમો કરી શકાય છે.