જમીનનો પ્રકાર

રેતાળ-ગોરાડું, સારા નિતારવાળી જમીન વધારે માફક આવે છે. આમ છતાં ક્ષારયુક્ત જમીન સિવાય આમળા ગમે તેવી ખરાબ-પડતર જમીનમાં ઉગાડી શકાય છે. સુકા અને અર્ધ સુકા વિસ્તારમાં આમળાનો પાક વધારે સારી રીતે લઇ શકાય છે. જે જમીનનો પી.એચ.આંક ૮.૫ કરતા વધારે હોય ત્યાં,તેમજ જમીન ચુનાના પથ્થરવાળી હોય તો ત્યાં આમળાના વૃક્ષોનો સારો થતો નથી.