વર્ણન

આમળાંનું ઝાડ ૬ થી ૭.૫ મીટર ઊંચું હોય છે. તેનાં ફળ ગોળ, માવાદાર તથા રંગે લીલાશ પડતાં પીળાં હોય છે. એકદમ પાંકા ફળ ગુલાબી ઝાંય પીળા રંગનાં હોય છે. ફળની બહારની સપાટીએ ૬ ઊભી લીટીઓ હોય છે. સૂકવેલા ફળ કથ્થાઇ પડતાં કાળા રંગના હોય છે. તેનાં ફૂલ શરદ ઋતુમાં આવે છે. ફળ શિયાળાના પાછલા ભાગમાં અને વસંત ઋતુમાં પાકે છે.