ઔષધિય ઉપયોગ
અઘેડાનાં પર્ણ, મૂળ, બીજ, અને અઘેડાની રાખનું ઔષધિય મહત્વ છે. તેનાં પર્ણ ગડગૂમડ, દમના દર્દીને પીવામાં,પેશાબની ગરમી, કાનનો દુ:ખાવો તથા નહીં રૂઝાતા ચાંદા ઉપર અને પાન + મરીની ગોળી કવીનાઇનની ગોળીને બદલે આપી શકાય છે. તેનાં મૂળ ખૂબ જ ચિર ગુણકારી પૌષ્ટિક, પાકો અને કવાથમાં વપરાય છે. લાંબા સમય સુધી ભૂખ ન લાગે તે માટે તેના બીજ ખવાય છે. દૂધમાં ખીર તરીકે પીવામાં આવે છે. દૂઝતા મસા અને મેદના રોગની સારી દવા છે. અઘેડાની રાખ રંગના કામમાં વપરાય છે. અને તેમાથી ક્ષાર કાઢવાના ઔષધ તરીકે વપરાય છે.
અઘેડી (અઘેડો)