અગત્યનું ઉત્પાદન
અઘેડો એ ખાસ પ્રકારનો ઔષધિય પાક હોવાથી તેની ખેતીમાં કોઇપણ પ્રકારનાં રસાયણોનો ઉપયોગ ન કરવો હિતાવહ છે. અઘેડાનો છોડ છ મહિનાનો થાય ત્યારપછી પ્રથમવાર પાનની વીણી કરવામાં આવે છે. ત્યારબાદ દર ૩ મહિનાના અંતરે, વધુ ૨ વખતે પાનની વીણી કરવી. વીણેલા પાનને છાંયામાં સુકવવાં અઘેડાનો છોડ ૧૦ મહિના પછી કાપણી માટે તૈયાર થાય છે. હેકટર દીઠ સૂકાપાન નું ઉત્પાદન ૨૫૦૦ થી ૩૦૦૦ કિલો સુધી તેમજ સૂકામૂળનું ઉત્પાદન ૯૦૦ થી ૧૨૦૦ કિલો જેટલુ મળતુ હોય છે.
અઘેડી (અઘેડો)