અઘેડાના બીજ એક છેડે બુઠ્ઠી અણીવાળું ને બીજે છેડે સપાટ ખાંચવાળું હોય છે. તે અંદરથી સફેદ રંગનું હોય છે. બીજને ૨૪ કલાક સુધી પાણીમાં રાખવા, છાંયડામાં સુકવી, ઝીણી રેતી તેમાં ભેળવીને ક્યારામાં વાવણી કરી પાણી આપવું. જરૂરીયાત મુજબ/ સમયાંતરે પાણી આપતાં રહેતા લગભગ ૪૫ દિવસે ધરૂં રોપવા લાયક થાય છે. પરિપક્વ અને કાળું બીજ વાવણી માટે પસંદ કરવું. પિયતમાં હેક્ટર દીઠ લગભગ સવાથી દોઢ કિલો બીજની જરૂર પડે છે. સુકી ખેતીમાં હેકટરે ૫ કિલોગ્રામ,બીજની જરૂર પડે છે. સુકી ખેતી માં ધરૂની ફેરરોપણી ચોમાસાની ઋતુમાં કરવી જરૂરી છે. ધરૂ ઉછેર માટે જમીનને ૩ થી ૪ વખત ખેડી તૈયાર કર્યા બાદ ૩ મી × ૧૨ મી કે અનુકૂળ માપના ક્યારા બનાવી દરેક ક્યારામાં ૨ કિ.ગ્રા. બી.એચ.સી.નો ૧૦ ટકા ભૂકો નાંખી,જમીન માં બરાબર ભેળવી,ધરૂ માટે જમીન તૈયાર કરવી જરૂરી છે.
બીજની માવજત અને વાવેતર
અઘેડી (અઘેડો)