પ્રાસ્તાવિક

અઘેડાના છોડવા ચોમાસામાં સર્વત્ર ઉગેલા જોવા મળે છે. કેટલાક સ્થળે બારેમાસ પણ જોવા મળે છે. સામાન્ય રીતે ૩૦ થી ૯૦ સે.મી.ના સુધીની ઉંચાઇના થાય છે. તે કેટલીક વાર શાખાવાળા,જમીન ઉપર પથરાયેલા, તો કેટલીક વાર શાખા વગરના અને કેટલીક વાર તે કાંટાળા કે બીજા ઝાડવાઓને આશરે ઓથમાં રહી ૧.૫૦ મી થી ૨.૫૦ મી સુધીની ઉંચાઇના પણ જોવા મળે છે. પાન લાંબા કે ગોલકટ્ટા હોય છે. ફૂલ નાના, ઘણું કરી રાતા રંગના, લાંબીશેર પણ આવેલા હોય છે. તે રસ્તાઓની બાજુએ, વાડ પાસે, ચરિયાણ ઘાસની સાથે, ઢોરોની બેસવાની જ્ગ્યામાં ઉગે છે. આખા હિન્દુસ્તાનમાં થાય છે.