મહત્વ

કેન્સર વિરોધીગુણને લીધે યુ.એસ.એ., ફ્રાન્સ, કેનેડા, હંગેરી અને યુ.કે માં બારમાસીની વધારે માંગ રહે છે.  હાલમાં બારમાસીની ખેતી તામીલનાડુના કોઇમ્બતુર અને તિરૂનેલવેલી વિસ્તારમાં તેમજ દક્ષિણભારતના અમુક વિસ્તારમાં થાય છે. જ્યાંથી બારમાસીના મૂળની મોટા જથ્થામાં પશ્ર્ચિમ જર્મની અને યુનાઇટેડ સ્ટેટસમાં નિકાસ થાય છે. ભારતમાં કેટલીક દવા બનાવતી કંપનીઓ તેના મૂળમાંથી અર્ક કાઢી તેની નિકાસ કરે છે.