વાવવાની રીત
સારૂં તંદુરસ્ત ધરૂ ફેરરોપણી માટે પસંદ કરવું. ધરૂને ઉપાડતી વખતે મૂળને નુકશાન ન થાય તેની ખાસ કાળજી લેવાની થાય છે. અને તે માટે, પિયત આપીને ધરૂ ઉપાડવું હિતાવહ છે. ધરૂને રૂટ ટોનીક કોઇપણ દ્રાવણમાં ૨ કલાક બોળીને ફેરરોપણી કરવાથી, છોડને રોગના હુમલા સામે બચાવી શકાય છે. પ્રથમ વરસાદ બાદ ૩૦ સેમી.×૩૦ સેમી અથવા ૪૫ સે.મી × ૩૦ સે.મી ના અંતરે ધરૂની રોપણી કરવી અને ત્યારબાદ તરત જ પાણી આપવું. ૩૦ સેમી× ૩૦ સેમી ના અંતરે રોપણીથી હેક્ટરે ૧,૧૧,૧૧૧ રોપ આવશે.
બારમાસી