બીજથી વાવેતર

પરીપક્વ અને કાળુ બીજ વાવણી માટે પસંદ કરવું. પિયતમાં હેક્ટરદીઠ લગભગ સવા થી દોઢ કિલો બીજની જરૂર પડે છે. સુકી ખેતીમાં હેક્ટરે ૫ કિલોગ્રામ બીજની જરૂર પડે છે. સુકી ખેતી કરવા માટે ધરૂની ફેર રોપણી ચોમાસાની ઋતુમાં કરવી જરૂરી છે. ધરૂ ઉછેર માટે જમીનને ૩ થી ૪ વખત ખેડી તૈયાર કર્યા બાદ, ૩મી.×૧.૨મી. માપ ના કયારા બનાવી  દરેક  ક્યારા માં ૨ કિલોગ્રામ બી.એચ.સી., ૧૦ટકા ભૂકો નાખી જમીનમાં બરાબર ભેળવી ધરૂ માટે જમીન તૈયાર કરવી જરૂરી છે.