પ્રાસ્તાવિક

બારમાસી સદાફુલી અને સદાબહારના નામથી પણ ઓળખાય છે. ઘર આંગણે કુંડામાં કે ક્યારામાં શોભાના છોડ તરીકે ઉગાડવામાં આવતી બારમાસી એક ઔષધિય પાક છે. આશરે ૬૦ સે.મી.જેટલી ઉંચાઇ ધરાવતો આ છોડ આખા વર્ષ દરમ્યાન ઉગે છે.  તેમાં જાત મુજબ ગુલાબી,  સફેદ,  જાંબલી વિગેરે રંગના ફુલો જોવા મળે છે. કેટલાંક ગંભીર રોગો માટે મહત્વનું ઔષધ બની રહેલ હોઇ તેના ભાગોના અને ખાસ કરીને મૂળના ખૂબ સારા ભાવો મળતા હોઇ છે.