ઔષધિય મહત્વ

આયુર્વેદમાં તેને ઉત્તમ રસાયણ અને બલકારક ગણેલ છે. ભાંગરો  વાળ ના રોગો , ચર્મરોગ ,લિવર ના રોગો,દંતરોગ,નેત્રરોગ,અંત્રદોષ વગેરે અનેક રોગોને મટાડે છે. કેશતેલ બનાવવા માટે તે ખૂબ  ઉપયોગી છે. તે ઠંડો હોવાથી દાહ , ગરમીનો માથાનો દુ:ખાવો, અમ્લ-પિત, કમળો વિગેરેમાં પણ વપરાય છે. સૂકાં કરતાં લીલો ભાંગરો વધુ ગુણકારી છે. ભાંગરામાંથી બિંદુતેલ, મહા-ભૃંગરાજતેલ, ભૃંગરાજાસવ વિગેરે ઔષધો બનાવવામાં આવે છે. પેટના કૃમિ, કમળો,  દૂર્બળતા,  લોહીની ઉણપ વિગેરેમાં નિષ્ણાંત વૈદ્યો આના ઉપયોગથી આશ્ર્ચર્યકારક પરીણામો મેળવતા હોય છે. ભૃંગરાજ ચામડીના દર્દોમાં,  અરુચિ  (ભુખ  લાગવી),   એસિડિટી,  કમળો તથા પાંડુરોગ (એનીમિયા) માટે વાપરવામાં આવે છે.