રોપણી પછીની સાવચેતી

રોપ ઉછેરી ગયા પછી, રોપની ફરતે સમયાંતરે જરૂર મુજબ ઘાસ કાઢતા રહીને રોપ ફરતે જમીનને પોચી બનાવતા રહેવું જોઇએ. (ગોડ કરવો) જેથી વાવેતર કરેલ રોપો તંદુરસ્ત રહે અને વૃધ્ધિ કરતો રહે એક હેક્ટરમાં ૨૫૦૦ રોપા વાવી શકાય છે.

(૧) ભાંગરાના વેલારૂપી પથરાયેલ છોડને વર્ષમાં બે વાર ચોમાસા પછી અને ચોમાસા પહેલા છટણી કરી પાક લેવો જોઇએ.

(૨) છટણી કરતી વખતે,મુખ્ય છોડથી ૧ કે ૦.૭૫ ફૂટના અંતરેથી જ છટણી કરવી યોગ્ય છે જેથી તેને ફુટવાનો વધુ અવકાશ પ્રાપ્તથાય.

       (૩) પાણીની સાથે એન.એ.પી.યુક્ત દ્રાવણ કે ૨ કિલો યુરીયાનુ મિશ્રણ આપવું.