પધ્ધતિ

સામાન્ય રીતે પાકટ વેલારૂપ ભાંગરામાંથી કટીંગ તૈયાર કરવામાં આવે છે. કટીંગમાં બે આંતરગાંઠ હોવી જરૂરી છે. કટીંગ કર્યા પછી તે જ દિવસે શક્ય તેટલું જલ્દી તેનું પોલીથીન બેગમાં વાવેતર કરવાથી પરિણામ સારૂં મળે છે. બીજા દિવસે વાવણી કરવાથી પરિણામ સારૂં મળતું  નથી. માટી-ખાતર  મિશ્રણ થી ભરેલ ૨૦×૨૦ સે.મી. ની પોલીથીન બેગમાં, બે આંતરગાંઠ પૈકી એક માટીની સપાટીથી ૧ થી ૨ ઇંચ અંદર જવા દઇને અને બીજી આંતરગાંઠ માટીની સપાટીથી ૧ થી ૨ ઇંચ ઉપરના ભાગે બહાર રહેવા દઇ, વાવેતર કરવું તથા ઉપરના ભાગે આડો કાપો ધારદાર ચપ્પાથી મુકવો. (કટીંગનો છેડો છુંદાયેલો ન હોવો જોઇએ.) ત્યારબાદ પાણી આપવું.