ઉપયોગ

આ વૃક્ષના પાકા ફળ રેચક તરીકે વપરાય છે. જ્યારે કાચા ફળો, ઝાડા અને મરડો અટકાવવામાં ઉપયોગી છે. આથી આયુર્વેદમાં તેનો બહોળો વપરાશ અને ઉપયોગ તથા મહત્વ છે. ઉનાળામાં બીલામાંથી બનતુ પીણું (શરબત) ઠંડક આપનાર હોઇ,ઘણાં વિસ્તારોમાં પ્રચલિત છે. બીલીપત્ર (પર્ણો) શિવપૂજા તથા ધાર્મિક કાર્યોમાં વપરાય છે. તથા અમુક વૈદ્યો તેનો ઉપયોગ મધુપ્રમેહની સારવાર માટે અમુક સંજોગોમાં કરે છે. ઘેરા રંગના પાકા બીલામાંથી પીળો કુદરતી રંગ પણ બને છે. બિલ્વનાંફળ ઝાડા, મરડો તથા અરુચિ માટે વપરાય છે. બાળકોમાં પણ તે કોઇપણ પ્રકારના જોખમ વિના આપી શકાય છે. પાકાં બિલ્વ કબજિયાત માટે પણ વપરાય છે. કાચાં બીલાં અતિસાર પર વપરાય છે. ઉનાળામાં આનું શરબત લૂ (Sunstroke) સામે રક્ષણ આપે છે.